A part of Indiaonline network empowering local businesses
Chaitra Navratri

કોવિડની રસી દેશના વિભિન્ન ભાગોમાં પહોચાડવાની કામગીરીનો ગઇકાલથી પ્રારંભ

news

સરકારે કોવિડની રસી દેશના વિભિન્ન ભાગોમાં પહોચાડવાની કામગીરીનો ગઇકાલથી પ્રારંભ કર્યો છે.
કેન્દ્રિય નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપસિંહ પુરીએ જણાવ્યું છે કે, એર ઇન્ડિયા, ગો એર, સ્પાઇસ જેટ અને ઇન્ડીગો પુણેથી 9 ફલાઇટ વડે કોવીશીલ્ડના 56 લાખ ડોઝ દેશના અન્ય શહેરોમાં લઇ જવામાં આવી રહ્યો છે.
તેમણે કહ્યું કે, પુણેથી દિલ્હી, ચેન્નાઇ, કોલકતા, ગુવાહાટી, શિલોંગ, અમદાવાદ, હૈદરાબાદ, વિજયવાડા, ભુવનેશ્વર, પટના, લખનૌ તથા ચંડીગઢ કોવીશીલ્ડ લઇ જવાયા છે.
મહારાષ્ટ્રના પુણેના સીરમ ઇન્સ્ટીટયુટે વિકસાવેલી કોવીડશીલ્ડ રસીનો પ્રથમ જથ્થો ગઇકાલે દેશના તેર શહેરોમાં મોકલાયો તે પ્રસંગે સંસ્થાના વડા અદાર પુનાવાલાએ કહયું કે સંસ્થા માટે આ ઐતિહાસીક અને ગર્વની ક્ષણો છે.
દરમિયાન ગુજરાતમાં બે લાખ ૭૬ હજાર ડોઝનો જથ્થો ગઇકાલે અમદાવાદ હવાઇ મથકે આવી પહોચ્યો છે. નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલ તથા આરોગ્ય અધિકારીઓએ આ જથ્થો મેળવ્યો હતો.
એ જ રીતે ઓડીસામાં ચાર લાખ આઠ હજાર ડોઝ, કર્ણાટકમાં છ લાખ ૪૮ હજાર ડોઝ, પટનામાં પ૪ હજાર ૯૦૦ ડોઝ, ગુવાહાટીમાં બે લાખ ૪૦ હજાર ડોઝ પહોચાડાયા. (AIR NEWS)

1189 Days ago