A part of Indiaonline network empowering local businesses
Chaitra Navratri

ગાંધીનગર ખાતે 225 કરતા વધુ સ્પર્ધકો સાથે ઇન્ડિયા સ્કિલ્સ 2021 ની પશ્ચિમ વિભાગની સ્પર્ધા આજથી શરૂ થઈ

News

ગાંધીનગર ખાતે 225 કરતા વધુ સ્પર્ધકો સાથે ઇન્ડિયા સ્કિલ્સ 2021 ની પશ્ચિમ વિભાગની સ્પર્ધા આજથી શરૂ થઈ છે. રાજ્યના શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાએ આજે ગાંધીનગરની નેશનલ લો યુનિવર્સિટી ખાતેથી આ સ્પર્ધાનો પ્રારંભ કરાવ્યો. ચાર દિવસ સુધી યોજાનાર આ સ્પર્ધામાં ગુજરાત, ગોવા, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન એમ પાંચ રાજ્યોના પ્રતિસ્પર્ધીઓ 38 કૌશલ્યોમાં સ્પર્ધા કરશે, જેમાં ઓટોબોડી રિપેર, બેકરી, ફ્લોરિસ્ટ્રી (ફૂલોની કળા), ઇંટોની ગોઠવણી (બ્રિક લેયિંગ), ફેશન ટેક્નોલોજી, મોબાઇલ રોબોટિક્સ વગેરેનો સમાવેશ થાય છે. સ્પર્ધાના વિજેતાઓને રાષ્ટ્રીય કક્ષાની ઇન્ડિયા સ્કિલ્સ સ્પર્ધામાં પ્રવેશ મળશે. ઓક્ટોબર 2022માં ચીનના શાંઘાઇમાં યોજાનારી વર્લ્ડ સ્કિલ્સ ઇન્ટરનેશનલ કોમ્પિટિશન માટેના પ્રતિનિધિઓની પસંદગી આ રાષ્ટ્રીય સ્પર્ધામાંથી કરાશે. શ્રમ અને રોજગાર વિભાગના અગ્ર સચિવ શ્રીમતી અંજુ શર્મા અને ગુજરાત સ્કિલ ડેવલપમેન્ટ મિશનના મિશન ડાયરેક્ટર આલોક કુમાર પાંડે આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. આ સ્પર્ધાઓના વિજેતાઓની જાહેરાત પહેલી નવેમ્બરના રોજ યોજાનાર સમાપન સમારોહમાં કરવામાં આવશે. (AIR NEWS)

902 Days ago