ગુજરાત એસ. ટી, ને સૌથી ઓછા અકસ્માત દર બદલ 2018- 19નો રોડ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર રોડ સેફ્ટી એવાર્ડ રાષ્ટ્રીય સન્માનભારત સરકાર તરફ થી અપાયો છે.
એક લાખ કિલોમીટર જેટલો પ્રવાસ બસ કરે ત્યારેઅકસ્માત નો દર માત્ર શૂન્ય પોઈન્ટ છ ટકા જેટલો નજીવો રહેવા બદલ આ બહુમાન અપાયુંછે. નવી દિલ્હીમાં કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીના હસ્તે એસ.ટી.નિગમને વિજેતા ટ્રોફી તેમજ બે લાખ રૂપિયાનો પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એસ. ટી .નિગમને આ ગૌરવ સિદ્ધિ માટે અભિનંદન પાઠવ્યા છે. દેશભરના માર્ગ વાહન વ્યવહાર નિગમોમાં ગુજરાત એસટી એ ૭પ૦૦ ફલીટ સર્વિસનુંસંચાલન સલામત-સુરક્ષિત અને ઓછામાં ઓછા અકસ્માતથી કરીને આ એવોર્ડ પ્રાપ્ત કર્યા છે. (AIR NEWS)