A part of Indiaonline network empowering local businesses
Chaitra Navratri

ગુજરાત વડી અદાલતે ધોળકાની વિધાનસભા બેઠકની ચૂંટણી રદ કરી.

News

ગુજરાત વડી અદાલતે ધોળકાની વિધાનસભા બેઠકની ચૂંટણી રદ કરી છે. 2017માં યોજાયેલી આ ચૂંટણીમાં 429 જેટલા ટપાલથી મળેલા મત ગણતરીમાં ન લેવાયા હોવાના કારણે તેને વડી અદાલતમાં પડકારવામાં આવ્યું હતું. વડી અદાલતે આજે વીડિયો કોન્ફરન્સ દ્વારા ચૂકાદો જાહેર કર્યો છે.
આ બેઠક પરથી ભાજપના ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા 327 મતની સરસાઈથી ચૂંટાયા હતા. કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડે આ બાબતને વડી અદાલતમાં પડકારી હતી. અદાલતે તે સમયના રીટર્નિંગ ઓફિસર ધવલ જાનીની ભૂમિકાની ટીકા કરી હતી. અદાલતે શ્રી ચૂડાસમાને ચૂકાદાને પડકારવા માટે મંજૂરી આપી છે.
ચુકાદા અંગે પ્રતિભાવ આપતા ભાજપ પ્રદેશ પ્રવકતા ભરત પંડયાએ જણાવ્યું છે કે વડી અદાલતના ચુકાદાનો અભ્યાસ કરીને સુપ્રિમ કોર્ટમાં જઇશું. (AIR NEWS)

1434 Days ago