A part of Indiaonline network empowering local businesses
Chaitra Navratri

જીસેટ-30ને ફ્રાંસના ગયાના ખાતેથી અવકાશમાં સફળતાપૂર્વક તરતો મુકાયો

News

ભારતના સંદેશાવ્યવહાર ઉપગ્રહ જીસેટ-30ને ફ્રાંસના ગયાના ખાતેથી એરીઅન-પાંચ રોકેટ દ્વારા અવકાશમાં આજે સવારે સફળતાપૂર્વક તરતો મૂકાયો છે.

ઈસરોના જણાવ્યા મુજબ ઉચ્ચ કક્ષાની ટેલિવિઝન, સંદેશાવ્યવહાર અને પ્રસારણ સેવા પૂરી પાડવા જીસેટ-30નું પ્રક્ષેપણ કરાયું છે.

કુલ ત્રણ હજાર 357 કિલોગ્રામ વજન ધરાવતો જીસેટ-30 ઉપગ્રહ બાર-સી અને બાર-કે.યુ. બેન્ડ ટ્રાન્સપોન્ડર્સ ધરાવે છે.
આ ઉપગ્રહ કે.યુ. બેન્ડ વડે ભારતની ભૂમિ તથા ટાપુ વિસ્તારોમાં, જ્યારે સી-બેન્ડની મદદથી બે અખાતી વિસતારો સહિતના એશિયાઈ દેશોમાં ઉચ્ચ કક્ષાની પ્રસારણ સેવાઓ પૂરી પાડશે.

આશરે પંદર વર્ષની આવરદા ધરાવનાર જીસેટ-30 DTH ટેલિવિઝન અપલીંગ અને વીસેટ સેવા આપવામાં મહત્વની ભૂમિકા અદા કરશે. (AIR NEWS)

1553 Days ago