A part of Indiaonline network empowering local businesses
Chaitra Navratri

તાલિબાન પ્રવક્તા જણાવ્યું છે કે, નવી અફઘાન સરકારની ટૂંક સમયમાં જ રચના થશે

news

તાલિબાન પ્રવક્તા ઝબિઉલ્લાહ મુજાહિદે કાબૂલમાં જણાવ્યું છે કે, નવી અફઘાન સરકારની ટૂંક સમયમાં જ રચના થશે. મીડિયાના સમાચારો પ્રમાણે તાલિબાને ચીન, પાકિસ્તાન, તૂર્કી, ઈરાન, કતારને નવી સરકારના શપથ વિધિ કાર્યક્રમમાં આમંત્રણ આપ્યું છે. જો કે, આ બાબતે કોઈ ચોક્કસ નક્કર માહિતી આપવામાં આવી નથી.

દરમિયાન ઈરાને, અફઘાનિસ્તાનની પંજશીર ખીણમાં નેશનલ રેઝીસ્ટન્સ ફ્રન્ટના લડવૈયાઓ સામે તાલિબાનની લશ્કરી કાર્યવાહી અંગે કટક ટીકા કરી છે, કારણે કે, ઈસ્લામી જૂથે એવો દાવો કર્યો હતો કે, તેણે આ વિસ્તારનો કબજો મેળવી લીધો છે.

દરમિયાન અમેરિકાના પ્રોફેસર ડૉ. ક્રિસ્ટીન ફેરે આક્ષેપ કર્યો છે કે, પાકિસ્તાન, અફઘાનિસ્તાનની સરહદ પર આંતકવાદીઓને આશ્રમ આપી રહ્યું છે, મદદ કરી રહ્યું છે અને પ્રોત્સાહન આપી રહ્યું છે.

જ્યારે ભારતમાં રશિયાના રાજૂદત નિકોલે કુડાશેવે અફઘાનિસ્તાન મુદ્દે ભારત અને રશિયાની સ્થિતિ ચિંતાજનક ગણાવી છે. તેમણે જણાવ્યું હતું કે, અફઘાનિસ્તાની ભૂમિનો ઉપયોગ કોઈપણ દેશ સામે આંતકવાદી ગતિવિધિ માટે ના થવો જોઈએ. (AIR NEWS)

955 Days ago