દૂરદર્શન અને આકાશવાણી દ્વારા ટોક્યોમાં રમાનાર ઓલિમ્પિક્સનું મેગા કવરેજ કરાશે. ઓલિમ્પિક પૂર્વે અને પછીના સમયગાળા દરમિયાન દૂરદર્શન, આકાશવાણી દ્વારા ડિજિટલ પ્લેટફોર્મ પર પણ તે ઉપલબ્ધ રહેશે.
ડીડી સ્પોર્ટ્સ, ડીડી ન્યૂઝ અને ડીડી ઇન્ડિયા દૈનિક શો અને ઓલિમ્પિક્સ પરના વિશેષ કાર્યક્રમોનું પ્રસારણ કરશે. ઓલિમ્પિક અંગે રમત-ગમતના વિવિધ કાર્યક્રમો ડીડી સ્પોર્ટ્સ પર રોજ સવારે 5 થી સાંજે 7 વાગ્યા સુધી જીવંત પ્રસારણ કરવામાં આવશે. આકાશવાણીના તમામ કેપિટલ સ્ટેશનો, એફએમ રેઈનબો નેટવર્ક, ડીઆરએમ અને અન્ય સ્ટેશનો ઓલિમ્પિક્સ પર કાર્યક્રમો પ્રસારિત કરશે. આ કાર્યક્રમો આકાશવાણીની યુ ટ્યુબ ચેનલ, ડીટીએચ અને ન્યુઝ ઓન એર મોબાઇલ એપ્લિકેશન પર પણ કરવામાં આવશે.
દૈનિક હાઇલાઇટ્સ અને સમયાંતરે એફએમ અપડેટ્સ પણ આપવામાં આવશે. આકાશવાણીના સમાચાર સેવા વિભાગ દ્વારા પહેલી તારીખથી સ્પોર્ટસ સ્કેન પ્રોગ્રામમાં દરરોજ ઓલિમ્પિક્સ ક્વિઝનું પ્રસારણ થાય છે, અને તેમાં વિજેતાને ટીમ ઇન્ડિયા ટી-શર્ટ આપવામાં આવે છે. સ્પોર્ટ્સ સ્કેન પ્રોગ્રામ અને પ્રાઈમ ટાઇમ ન્યૂઝ બુલેટિન્સમાં ભારતીય ટીમના સભ્યોની દૈનિક પ્રોફાઇલ આપવામાં આવી રહી છે. (AIR NEWS)