A part of Indiaonline network empowering local businesses
Chaitra Navratri

દેશના વિવિધ ભાગોમાં ગઈકાલે પરંપરાગત અનુષ્ઠાન સાથે છઠ્ઠ પુજા તહેવારનો પ્રારંભ

news

દેશમાં ચાર દિવસીય છઠ્ઠપુજા તહેવારનોગઈકાલથી પ્રારંભ થયો છે. દેશના વિવિધ ભાગોમાં ગઈકાલે પરંપરાગત અનુષ્ઠાન સાથે છઠ્ઠપુજા તહેવારનો પ્રારંભ થયો છે. શનિવારે સવારે સૂર્યદેવને અર્ધ્ય ચઢાવ્યા બાદ આપૂજાનું સમાપન થશે.

ઉલ્લેખનીય છે કે, છઠ્ઠ પૂજા સૂર્યદેવની ઉપાસનાનું પર્વ છે.જેમાં ધરતી પર જીવનને સહારો આપવા માટે સૂર્યદેવને ધન્યવાદ આપવામાં આવે છે.

છઠ્ઠપૂજા તહેવાર નિમિત્તે આજથી 36કલાકના ઉપવાસની શરૂઆત થશે. બિહારમાં રાજ્યના વિવિધ સૂર્યમંદિરમાં છઠ્ઠ પુજા માટેવ્યાપક વ્યવસ્થા કરાઈ છે. ઉત્તર પ્રદેશમાં કોવિડના દિશા-નિર્દેશો સાથે છઠ્ઠ પુજાનીઉજવણી માટેની વ્યવસ્થા કરાઈ છે. દિલ્હી સરકારે છઠ્ઠ પુજા નિમિત્તે શુક્રવારે રજાજાહેર કરી છે. (AIR NEWS)

1245 Days ago