A part of Indiaonline network empowering local businesses
Chaitra Navratri

નાણામંત્રી નીતિન પટેલે અંદાજપત્રની જોગવાઇઓ કરી.

News

નાણામંત્રી નીતિન પટેલે જણાવ્યું કે, અમદાવાદની સિવિલ હોસ્પિટલનું અપગ્રેડેશન કરાશે અને તેની પાછળ 87 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.

આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં 675 કરોડ રૂપિયાના ખર્ચે પીવાના પાણી માટે 143 કિલોમીટરની બલ્ક પાઈપ લાઈન નખાશે.
અંદાજપત્રમાં ગૃહ વિભાગ માટે 7 હજાર 960 કરોડની જોગવાઈ કરી છે.

અંદાજપત્રમાં કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે 7 હજાર 232 કરોડની જોગવાઈ કરી છે. અંદાજપત્રમાં બાગાયત ખેતીની યોજનાઓ માટે 442 કરોડની જોગવાઈ કરી છે. જળસંપત્તિ વિભાગ માટે 5494 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે. સૌની યોજનાના ત્રીજા તબક્કા માટે 1071 કરોડ રૂપિયાની જોગવાઈ, અટલ ભુજ યોજના હેઠળ 5 વર્ષના સમયગાળા માટે 757 કરોડ રૂપિયાની જોગવાઈ.રાજ્યની વિવિધ યુનિવર્સિટી ખાતે પીએચડી ડિગ્રી માટે સંશોધન કરતા વિદ્યાર્થીઓ માટે 20 કરોડની જોગવાઈ કરી છે. (AIR)

1142 Days ago