A part of Indiaonline network empowering local businesses
Chaitra Navratri

નૌકાદળના કમાન્ડરોની ચાર દિવસીય પરિષદનો આજથી પ્રારંભ થશે.

News

નૌકાદળના કમાન્ડરોની ચાર દિવસીયપરિષદનો આજથી પ્રારંભ થશે.

નૌકાદળના કમાન્ડરોની ચાર દિવસીયકોન્ફરન્સ આજથી શરૂ થઈ રહી છે. આ કોન્ફરન્સ ખાસ કરીને  શિપિંગ મુદ્દાઓ પર ચર્ચા માટે એક મહત્વપૂર્ણમંચ છે.

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને વિદેશમંત્રી એસ. જયશંકર રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત મુદ્દાઓ પર નૌકાદળના કમાન્ડરો સાથેવાતચીત કરશે. ત્રણેય સેનાઓ વચ્ચે યોગ્ય સંકલન માટે ભૂમિદળ અને હવાઈદળના વડાઓ નૌકાદળના અધિકારીઓ સાથે પણ ચર્ચા કરશે.

સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કેનૌકાદળના વડા છેલ્લા છ મહિના દરમિયાન નૌકાદળના ઓપરેશનલ, સામગ્રી, માનવ સંસાધન વિકાસ, તાલીમ અને વહીવટી પ્રવૃત્તિઓની સમીક્ષા કરશે અને વધુ પગલાં પર વિચારકરશે.

આ બેઠકમાં પડોશી દેશોની સ્થિતિ અનેરશિયા-યુક્રેન સંઘર્ષના કારણે આવેલા ફેરફારો અંગે સુરક્ષા મુદ્દે  પણ ચર્ચા કરવામાં આવશે.


 
 
  (AIR NEWS)

725 Days ago