પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજનાના ત્રીજા તબક્કાનો આજે દેશના 600 જીલ્લામાં આરંભ કરાવશે.
કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય દ્વારા શરૂ કરાયેલી આ યોજનાના ત્રીજા તબક્કામાં આધુનિક યુગનાં અને કોવિડને લગતાં કૌશલ્યો પર ખાસ ધ્યાન અપાશે.
પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના અંતર્ગત 2020-2021 ના વર્ષમાં લગભગ 949 કરોડ રૂપિયાના ખર્ચે દેશના આઠ લાખ યુવાનોને તાલીમ આપવાનો લક્ષ્યાંક છે.
દેશભરના 729 પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ કેન્દ્રો, યોજના સાથે જોડાયા ન હોય તેવા તાલીમ કેન્દ્રો અને 200 ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓમાં આ તાલીમ અપાશે. (AIR NEWS)