A part of Indiaonline network empowering local businesses
Chaitra Navratri

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તરાખંડમાં છ મેગા પ્રોજેક્ટનું વીડિયો કોન્ફરન્સ દ્વારા ઉદ્ઘાટન કરશે

news

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નમામી ગંગે મિશન હેઠળ ઉત્તરાખંડમાં છ મેગા પ્રોજેક્ટનું વીડિયો કોન્ફરન્સ દ્વારા ઉદ્ઘાટન કરશે. આ પ્રોજેક્ટ્સમાં 680 લાખ લિટર ક્ષમતા ધરાવતા ગંદા પાણીના ટ્રીટમેન્ટ પ્લાન્ટનું નિર્માણ, જગજીતપુર ખાતે હાલના 270 લાખ લિટરના પ્લાંટ અને હરિદ્વારમાં સરાઈ ખાતે 180 લાખ લિટર ક્ષમતાના ગંદા પાણીના ટ્રીટમેન્ટ પ્લાન્ટનું નિર્માણ શામેલ છે. જગજીતપુર પ્રોજેક્ટના ઉદ્ઘાટનમાં જાહેર ખાનગી ભાગીદારીના હાઇબ્રિડ એન્યુઇટી મોડ પર લેવામાં આવેલ પ્રથમ ગટર ટ્રીટમેન્ટ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન પણ કરશે.

શ્રી મોદી ઋષિકેશના લક્કડઘાટ ખાતે 260 લાખ લિટર ક્ષમતાના ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ઉદ્ઘાટન પણ કરશે. ગંગા નદી નજીકના17 નગરોમાંથી પ્રદૂષણની કાળજી લેવા માટે ઉત્તરાખંડમાં હવે કુલ 30 પ્રોજેક્ટ્સ પૂર્ણ થઈ ગયા છે. પ્રધાનમંત્રી ગંગા નદી કાંઠાની સંસ્કૃતિ, જૈવવિવિધતા અને કાયાકલ્પ પ્રવૃત્તિઓને પ્રદર્શિત કરવા માટે સમર્પિત ગંગાના પ્રથમ સંગ્રહાલય “ગંગા અવલોકન” નું પણ ઉદ્ઘાટન કરશે. આ મ્યુઝિયમ ચંડીઘાટ, હરિદ્વાર પર સ્થિત છે. આ કાર્યક્રમમાં નેશનલ મિશન ફોર ક્લીન ગંગા અને વાઇલ્ડ લાઇફ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા સહ-પ્રકાશિત ‘રોંઈંગ ડાઉન ગંગા’ પુસ્તકનું વિમોચન કરવામાં આવશે. (AIR NEWS)

1298 Days ago