A part of Indiaonline network empowering local businesses
Chaitra Navratri

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તર-પૂર્વ દિલ્હીમાં શાંતિ જાળવવાની અપીલ કરી

News

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, ઉત્તર-પૂર્વ દિલ્હીની પરિસ્થીતીની સમીક્ષા કરી છે. ટ્વીટર ઉપર તેમણે જણાવ્યું છે કે પોલીસ અને અન્ય સંસ્થાઓ દિલ્હીમાં શાંતિ અને સામાન્ય પરિસ્થીતીની સ્થાપના કરવા કામગીરી કરી રહી છે.
તેમણે શાંતિ અને સુમેળને દેશની મૂળ ભાવના તરીકે ઓળખાવીને, શાંતિ અને ભાઇચારો જાળવવાની લોકોને અપીલ કરી છે.
દરમ્યાન રાષ્ટ્રીય સલામતી સલાહકાર અજીત દોવલે, ગઇકાલે દિલ્હીના હિંસાથી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઇને પરિસ્થીતીની જાતમાહિતી મેળવી હતી.
તેમણે મૌજપુરમાં સલામતીની સ્થિતીની સમીક્ષા કરી હતી તથા નાગરિકો સાથે સંવાદ કર્યો હતો.
આ મુલાકાત બાદ શ્રી દોવલે, ગૃહમંત્રી અમીત શાહને મળીને દિલ્હીની પરિસ્થિતીની માહિતી આપીને, સંબંધીત વિસ્તારોમાં સામાન્ય સ્થિતીની સ્થાપના માટે લેવાયેલા પગલાઓની વિગતો આપી હતી.
દિલ્હી પોલીસના પ્રવક્તા M.S રંધાવાએ પત્રકારોને જણાવ્યું હતુ કે દિલ્હીના હિંસાથી અસરગ્રસ્ત વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત પુરતા પ્રમાણમાં ગોઠવવામાં આવ્યો છે અને ગઇકાલે કોઇ અનિચ્છનીય બનાવ બન્યો નથી
પોલીસે આ બનાવના સંદર્ભમાં 18 FIR નોંધી છે અને 106 લોકોની હિંસાના બનાવો સંદર્ભમાં ધરપકડ કરાઇ છે. (AIR NEWS)

1510 Days ago

Video News