A part of Indiaonline network empowering local businesses
Chaitra Navratri

બનાસ ડેરીએ સાડા 5 લાખ પશુપાલક સભાસદને 1132 કરોડનો ભાવફેર ચુકવવાની જાહેરાત કરી.

news

પાલનપુર ખાતે બનાસ ડેરી ની વાર્ષિક સાધારણસભા આજે યોજાઈ ગઈ , જેમાં પ્રમુખ શંકરભાઇ ચૌધરી સાડા પાંચ લાખ પશુપાલક સભાસદને 1132 કરોડનો ભાવફેર ચુકવવાની જાહેરાત કરી હતી.
અમારા પ્રતિનિધિ જણાવે છે કે વર્ચુયલ માધ્યમથી યોજાયેલી આ વાર્ષિક સભામાં ઓનલાઈન જોડાયેલી ગામેગામની દૂધ મંડળીની કચેરીમાં આ જાહેરાતથી આનંદ વ્યાપી ગયો હતો.
દૂધ ઉત્પાદક સભાસદના આકસ્મિક મૃત્યુ બાદ તેના આશ્રિત પરિવારને એક લાખની રકમ મળે તેવો વીમો આપવાની જાહેરાત કરતાં શ્રી ચૌધરીએ જણાવ્યુ હતું કે સભાસાદની વિમા પોલિસીનું પ્રીમિયમ બનાસ ડેરી ચૂકવશે.
સૂર્ય ઉર્જા ઉત્પાદક સહકારી મંડળી ખોલીને દૂધ ઉત્પાદકોએ વીજ બિલમાં બચત કરવી હશે તો બનાસડેરી તમામ સહાય આપશે તેમ પણ શ્રી ચૌધરી એ ઉમેર્યું હતું. સૌથી વધુ દૂધ ઉત્પાદન મેળવનાર 98 બહેનો ને “ શ્રેષ્ઠ બનાસ લક્ષ્મી “ એવોર્ડ પણ આ પ્રસંગે અર્પણ કરવામાં આવ્યો હતો. (AIR NEWS)

1001 Days ago