A part of Indiaonline network empowering local businesses
Chaitra Navratri

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની પાંચમી ટ્વેન્ટી 20 ક્રિકેટ મેચ વરસાદને કારણે રદ કરાઈ.

News

બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની પાંચમી અને અંતિમ ટ્વેન્ટી 20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ માત્ર ત્રણ ઓવર અને ત્રણ બોલ ફેંક્યા બાદ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી.
પાંચ મેચની શ્રેણી બે-બેની બરાબરી પર હોવાથી ટ્રોફી બંને ટીમોને સંયુક્ત રીતે આપવામાં આવી હતી. દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ વરસાદના કારણે મેચની ઓવરોની સંખ્યા ઘટાડીને 19 કરવામાં આવી હતી. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે 3 ઓવર અને ત્રણ બોલમાં બે વિકેટના નુકસાને 28 રન બનાવ્યા હતા, ત્યારે ફરી વરસાદ થતાં ભીના આઉટફિલ્ડને કારણે મેચ રદ્દ કરવામાં આવી હતી. દક્ષિણ આફ્રિકાએ શ્રેણીમાં પ્રથમ બે મેચ જીતી હતી, ત્યારબાદની બે મેચોમાં ભારતીય ટીમે જીત મેળવીને બરાબરી કરી હતી.
શ્રેણીમાં ભારત તરફથી સૌથી સફળ બેટ્સમેન ઈશાન કિશન રહ્યો હતો. તેણે પાંચ ઇનિંગ્સમાં બે અડધી સદી સાથે 41.02 શૂન્યની સરેરાશથી 206 રન બનાવ્યા. જ્યારે હર્ષલ પટેલ સૌથી સફળ ભારતીય બોલર હતો. તેણે 12.57ની એવરેજ અને 7.23ના ઈકોનોમી રેટથી સાત વિકેટ ઝડપી હતી. (IMPUT FROM AIR )

668 Days ago