A part of Indiaonline network empowering local businesses
Chaitra Navratri

ભારત અને મોરેશિયસે વ્યાપક આર્થિક સહયોગ અને ભાગીદારી ઉપર હસ્તાક્ષર કર્યા

News

વિદેશમંત્રી ડોક્ટર જયશંકરની મોરેશીયસની તેમની બે દિવસની મુલાકાત દરમ્યાન ભારત અને મોરેશિયસે વ્યાપક આર્થિક સહયોગ અને ભાગીદારી ઉપર હસ્તાક્ષર કર્યા છે, જેનાથી મોરેશિયસ આફ્રિકાનો પ્રથમ દેશ બન્યો છે, જેની સાથે ભારતે સમજૂતી કરારો કર્યા છે. વિદેશમંત્રી ડૉ.એસ.જયશંકરે કહ્યું છે કે, ભારત મોરેશિયસ સાથે છે તથા ભવિષ્યમાં પણ ભારત મોરેશીયસને સહકાર આપશે.

મોરેશિયસમાં ભારતીય સમુદાય સાથે વાતચીત કરતા ડૉક્ટર જયશંકરે કહ્યું કે, મોરેશિયસ સરકારની વિનંતીથી ભારતે કોવિડ રસીના એક લાખથી વધુ ડોઝ મોરેશિયસને આપ્યા છે.

તેમણે કહ્યું કે, તેઓએ મોરેશીયસના પ્રધાનમંત્રીને આશ્વાસન આપ્યું છે કે, ભારત આવનારા સમયમાં મોરેશીયસની જરૂરિયાતો માટે હંમેશા તેની પડખે રહેશે. (AIR)

1149 Days ago