A part of Indiaonline network empowering local businesses
Chaitra Navratri

ભારત અને રશિયા ઓનલાઈન ફિડે ચેસ ઓલેમ્પીયાડ સ્પર્ધામાં સંયુક્ત વિજેતા જાહેર થયા

News

ભારત અને રશિયા ઓનલાઈન ફિડે ચેસ ઓલેમ્પીયાડ સ્પર્ધામાં સંયુક્ત વિજેતા જાહેર થયા છે. સ્પર્ધાની ફાઈનલ વખતે ઈન્ટરનેટ સેવા ખોરવાઈ જતાં બંને દેશોને સંયુક્ત વિજેતા જાહેર કરાયા હતા. ભારતના નીહાલ સરીન અને દિવ્યા દેશમુખનો પરાજય થતા રશિયાને વિજેતા જાહેર કરાયું હતું. જોકે ભારતે ઈન્ટરનેટ સેવા ખોરવાઈ ગયાબાદ સ્પર્ધા અધુરી હોવાથી રશિયાને વિજેતા જાહેર કરવાના આંતરરાષ્ટ્રીય ચેસ મહાસંઘના નિર્ણયને પડકાર્યો હતો. ત્યારબાદ ચેસ મહાસંઘના વડાએ ભારત અને રશિયાને સંયુક્ત વિજેતા જાહેર કરીને બંનેને સુવર્ણચંદ્રક અર્પણ કરવાનો નિર્ણય લીધો હતો.

ચેસ સંગઠને ઓનલાઈન ફોર્મેટથી સ્પર્ધાનું પ્રથમવાર આયોજન કર્યું હતું અને ભારત ફિડે ચેસ ઓલિમ્પિયાડમાં પ્રથમવાર ફાઈનલમાં પહોંચી વિજેતા બન્યું છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફિડેચેસ સ્પર્ધામાં સુવર્ણચંદ્રક જીતનાર ભારતીય ચેસ ટીમને અભિનંદન આપ્યા છે.શ્રી મોદીએ કહ્યું કે, આ વિજય દેશના અન્ય રમતવીરો માટે પ્રેરણારૂપ બનશે. (AIR NEWS)

1323 Days ago