ભારત – ફાન્સ આજે નવી દિલ્હી ખાતે 36 મી વ્યૂહાત્મક મંત્રણા યોજશે.
આ બેઠકમાં બંન્ને દેશો વ્યાપક દ્વિપક્ષીય વૈશ્વિક મુદ્દે ચર્ચા- વિચારણા કરશે.
રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે. જ્યારે ફ્રાન્સનાં પ્રતિનિધીઓનું નેતૃત્વ રાષ્ટ્રપતિના રાજદ્વારી સલાહકાર એમેન્યુઅલ બોન કરશે.
શ્રી બોન અન્ય ભારતીય મહાનુભાવો સાથે પણ બેઠક કરશે.
ઉલ્લેખનીય છે કે, આ વ્યૂહાત્મક સંવાદની છેલ્લી બેઠક નવેમ્બર 2021 માં પેરિસ ખાતે યોજાઈ હતી. (AIR NEWS)