A part of Indiaonline network empowering local businesses
Chaitra Navratri

ભારતીય રેલવે આશરે એક લાખ, 40 હજાર ખાલી પદો પર ભરતી માટેની પરીક્ષાઓના પ્રથમ તબક્કાનો આજથી આરંભ કરશે.

news

ભારતીય રેલવે તેના 21 રેલવે ભરતી બોર્ડ RRB દ્વારા આશરે એકલાખ, 40 હજાર ખાલી પદો પર ભરતી માટેની પ્રથમતબક્કાની પરીક્ષાઓનો આજથી આરંભ કરશે.રેલવે મંત્રાલયના સૂત્રોના જણાવ્યામુજબ આજથી ત્રણ તબક્કામાં લેવાનારી પરીક્ષાઓ માટે બે કરોડ 44 લાખ જેટલા ઉમેદવારો નોંધાયા છે.

પ્રથમ તબક્કામાં આજથી 18મી ડિસેમ્બર દરમ્યાન યોજાનારી પરીક્ષાઓમાં આઇસોલેટેડ તથામિનીસ્ટ્રીઅલ શ્રેણીની પરીક્ષાઓ યોજાશો. ત્યારબાદ બીજા તબક્કામાં 28મી ડિસેમ્બરથી આગામી માર્ચ 2021 દરમિયાન તથા ત્રીજા તબક્કામાં એપ્રિલથી આગામી જૂન 2021 દરમિયાન પરીક્ષાઓ યોજાશે.

કોવિડની પરિસ્થીતીને ધ્યાનમાં લઇને RRBએ દેશભરના શહેરોમાં યોજાનારી પરીક્ષાઓ માટે વ્યાપક તૈયારીઓ કરી છે. કોવિડને લગતા નિયમો તથા પરીક્ષાનાનિયમોની જાણકારી સંબંધીત ઉમેદવારોને ઇ-મેઇલ તથા મોબાઇલ ઉપર આપવામાં આવશે.પરીક્ષાર્થીએ કોવીડને લગતું સેલ્ફ ડિકલેરેશન આપવું ફરજીયાત છે. (AIR NEWS)

1221 Days ago