મધ્ય અને દક્ષિણ અમેરિકાના ઘણાં વિસ્તારોમાં આજે પણ હિમવર્ષા યથાવત્ રહી છે. ટેક્સાસમાં છેલ્લા દાયકામાં સૌથી વધુ ઠંડી અને હિમવર્ષા નોંધાઈ છે. રાષ્ટ્રપ્રમુખ જો બાઇડેને ટેક્સાસમાં કટોકટીની સ્થિતિ જાહેર કરવાનીમંજૂરી આપી છે. ઘણાં રાજ્યોએ તેમના નાગરિકોને ઘરની બહાર અથવા ધોરીમાર્ગો ઉપર આવશ્યક કામ વગર નહીં નીકળવાની સૂચના આપી છે.મિસિસિપી, અલ્બામા સહિત ઘણાં રાજ્યોના 15 કરોડ જેટલા અમેરિકન નાગરિકોને હિમવર્ષાથી અસર થઈ છે. (AIR)