A part of Indiaonline network empowering local businesses
Chaitra Navratri

મહાશિવરાત્રી નિમિત્તે આજે રાજયભરના શિવાલયો બમ બમ ભોલેના નાદથી ગુંજી ઉઠશે.

News

દેવાધીદેવ મહાદેવની ભક્તીનું પર્વમહાશિવરાત્રી આજે ધાર્મિક શ્રદ્ધા અને હર્ષોલ્લાસ સાથે સમગ્ર રાજ્યમાં ઉજવાઈરહ્યું છે.

રાજ્યના વિવિધ મહાદેવ મંદિરોમાંધાર્મિક, આધ્યાત્મિક અને સાંસ્ક્રુતિકકાર્યક્રમોના આયોજન કરવામાં આવ્યા છે. તો પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવમંદિરમાં આજથી ત્રિ-દિવસીય મહાશિવરાત્રી મહોત્સવ યોજાશે. સોમનાથ મંદિર સતત 42 કલાક સુધી મહાદેવના દર્શન માટે ખુલ્લુ રહેશે જેથી લાખો શિવભક્તોનેદર્શનનો લાભ મળી રહે.

સોમનાથ ટ્રસ્ટ સંસ્કાર ભરતી અને ગુજરાતસરકારના સંયુક્ત ઉપક્રમે આ વર્ષે સૌપ્રથમ વાર સોમનાથ ખાતે રાષ્ટ્રીય લોક રંગમહોત્સવનો ગઇકાલથી પ્રારંભ થયો છે. આ ત્રણ દિવાસીય મહોત્સવમાં જેમાં દેશના તમામરાજયોના આશરે 500 જેટલા કલાકારો તેમની કલા વડે શિવનીઆરાધના કરશે.

સોમનાથ મંદીર મહાશિવરાત્રી પર્વનેધ્યાને રાખી સવારે બે કલાક વહેલુ ખોલવામાં આવ્યું હતું. ત્યારબાદ સવારે છ વાગ્યાથીમહાપુજા શરૂ થઈ ગઈ છે. નિત્યક્રમ મુજબ બપોરે 12 અને સાંજે 7 વાગે આરતી યોજાશે. તો મધ્યરાત્રીના ચારપ્રહરની પૂજા રાત્રે સાડા નવ વાગે, સાડા બાર, સાડા ત્રણ અને સાડા પાંચ વાગે કરવામાં આવશે. (AIR NEWS)

1517 Days ago