A part of Indiaonline network empowering local businesses
Chaitra Navratri

રશિયાએ તાલિબાન સરકારની માન્યતાને તેમના વચનોને પૂરા કરવાની પ્રગતિ સાથે જોડી

News

રશિયાએ તાલિબાન સરકારની માન્યતાને તેમના વચનોને પૂરા કરવાની પ્રગતિ સાથે જોડી છે. TASS ને આપેલા એક ઇન્ટરવ્યુમાં, રશિયાના વિદેશમંત્રી સેર્ગેઈ લવરોવે કહ્યું કે તાલિબાનની માન્યતા અંગેની વાત અત્યારે અસ્વીકાર્ય છે. તેમણે તાલિબાનને સર્વસમાવેશક સરકારની રચના અને આતંકવાદ અને માદક દ્રવ્યોનો સામનો કરવા સહિતના તેમના વચનો પાળવા કહ્યું છે.

શ્રી લવરોવે ઉમેર્યું હતું કે રશિયા ધીમે ધીમે તાલિબાનને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બ્લેકલિસ્ટમાંથી બહાર કરવાની દિશામાં આગળ વધશે. તેમણે કહ્યું કે રશિયાએ તાલિબાનના પ્રતિનિધિઓ સાથે કાર્યકારી સંપર્ક જાળવી રાખ્યો છે. (AIRNEWS)

837 Days ago