રાજય સરકારે નગરોના સુગ્રથિત વિકાસ માટે ૭ TP અને ૧ ફાયનલ DP યોજનાઓ તથા વિજાપુર ડેવલપમેન્ટ પ્લાન સહિત કુલ-૮ યોજનાઓ મંજૂર કરી છે. તેમાં અમદાવાદની બે ડ્રાફ્ટ TP તથા ૨ ફાયનલ TP તેમજ અમદાવાદ-મહેસાણા અને ભાવનગરની એક-એક એમ ૩ પ્રિલિમીનરી TP મળી કુલ ૭ તથા વિજાપુર નગરના ડેવલપમેન્ટ પ્લાનને આખરી મંજૂરી અપાઈ છે.
અમદાવાદની ૨ ડ્રાફ્ટ TP સ્કીમ ગામડી-રોપડા તેમજ સાંતેજ-રકનપુર અને ફાયનલ TP સ્કીમ શીલજ અને નિકોલને મંજુરી અપાઈ છે. તેના પરિણામે અમદાવાદ શહેરથી પ્રમાણમાં દૂરના ગામો ગામડી, રોપડા, સાંતેજ અને રકનપુરમાં પણ સુઆયોજીત વિકાસ અને ઇન્ફ્રાસ્ટ્રચર ફેસેલિટીઝનો લાભ મળશે.
આશરે ૨૦૦ હેકટરની આ ૨ TPમાં સત્તામંડળને કુલ ૭૧ જેટલા જાહેર હેતુના પ્લોટ મળશે. બાગબગીચા અને ખૂલ્લી જગ્યા માટે ૧ લાખ ૫૪ હજાર ચો.મીટર તથા સામાજીક અને નબળા વર્ગના રહેઠાણ માટે ૮૮,૮૫૩ ચો.મીટર જમીન પ્રાપ્ત થવાની છે.
તથા સૌરાષ્ટ્રના ભાવનગર શહેરની પ્રિલિમીનરી રૂવાની TP મંજુરી કરવામાં આવી છે, આથી ભાવનગર શહેરમાં ૧૦૦ હેકટર વિસ્તારમાં જાહેર સુવિધા માટે ૧૭,૮૧૫ ચો.મીટર બાગ-બગીચા અને રમત-ગમતના મેદાન માટે ૨,૫૮૦ ચો.મીટર અને આર્થિક રીતે નબળા વર્ગના લોકના રહેઠાણ માટે ૩૩,૨૮૮ ચો.મીટર જમીન પ્રાપ્ત થશે. (AIR NEWS)