રાજકોટમાં યોજાયેલી રાજયકક્ષાની વોટર પોલો સ્પર્ધાની ફાઇનલમાં નડિયાદની ટીમે રાજકોટને છ ગોલથી પરાજય આપીને સ્પર્ધા જીતી લીધી છે.
સ્પર્ધાની વિજેતા ટીમ નડિયાદને સુવર્ણ ચંદ્રક અને રનર્સ અપ રાજકોટને રજત ચંદ્રક મળ્યા છે.
ગુજરાત રાજય એકવેટીક સંગઠન અને રાજકોટ જીલ્લા સ્વીમીંગ સંગઠનના સંયુક્ત ઉપક્રમે લોકમાન્ય ટિળક રેસકોર્સ સ્નાનાગરમાં રાજયકક્ષાની વોટર પોલો સ્પર્ધા યોજાઇ હતી. (AIR NEWS)