રાજયના ઉત્તર અને દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના કેટલાંક વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ નોંધાયો છે.
સૌથી વધુ 60 મીલીમીટર વરસાદ ડાંગના સુબિર તાલુકામાં નોંધાયો છે.
આ ઉપરાંત કુકરમુંડા અને ગીર ગઢડામાં તાલુકામાં - 50 મીલીમીટર, વડાલી અને સુરતમાં - 40, જલાલપોર, કપરાડા, ધરમપુર,, અને સાવરકુંડલામાં - 30 , સેલવાસ, વિજયનગર, ઉમરગામ, ડાંગ, મૂળી, જૂનાગઢ, બરવાળા અને વિસાવદર - 20, તેમજ ગરૂડેશ્વર, કડાણા, મહેસાણા, ઈડર, ભીલોડા, પોશીના અને રાજકોટ તાલુકામાં - 10 મીલીમીટર વરસાદ નોંધાયો છે.
અમારા પંચમહાલના પ્રતિનિધી જણાવે છે કે દિવસ દરમ્યાન ઉકળાટ બાદ કાલોલ, હાલોલ, મોરવી અને મોરાની આસપાસના વિસ્તારોમાં વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
સાબરકાંઠાનાં તાલોદ તાલુકમાં - 27 અને પ્રાંતિજમાં - 6 મીલીમીટર વરસાદ થયો છે.
અમારા મહીસાગરના પ્રતિનિધી જણાવે છે કે જિલ્લામાં અલગ-અલગ પાંચ જગ્યાએ વિજળી પડવાના બનાવમાં ત્રણ પશુઓના મોત થયાં છે.
તેમજ સંતરામપુરના ગોઠીબાડા ગામે વિજળી પડતા એક મહિલાનું મોત થયું છે.
અમારા વલસાડના પ્રતિનિધી જણાવે છે કે જિલ્લાના ચાર તાલુકામાં વરસાદ થયો છે.
અમારા અમરેલી જિલ્લામાં ત્રણ - ચાર દિવસથી ઘણા સ્થળે વરસાદ થતાં ખેડૂતોએ વાવણીનો પ્રારંભ કર્યો છે. (IMPUT FROM AIR )