A part of Indiaonline network empowering local businesses
Chaitra Navratri

રાજ્ય સરકારનો 8 મહાનગરોમાં રાત્રિ કરફયુમાં એક કલાકની છૂટ આપવાનો નિર્ણય

news

રાજ્ય સરકારે 8 મહાનગરોમાં રાત્રિ કરફયુમાં એક કલાકની છૂટ આપવા સહિતના મહત્વના નિર્ણય લીધા છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષપદે ગઈકાલે ગાંધીનગરમાં યોજાયેલી કોર સમિતિની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યા છે.
આ નિર્ણય મુજબ રાજ્યના 8 મહાનગરોમાં રાત્રિ કરફયુનો અમલ શનિવાર 31મી જુલાઈથી રાતના 10 ના બદલે હવે રાતના 11 થી સવારના છ વાગ્યા સુધીનો રહેશે. એવી જ રીતે 8 મહાનગરોમાં હોટેલ અને રેસ્ટોરંટ રાત્રે 10 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે.
રાજ્યમાં હાલ ખૂલ્લી જગ્યામાં યોજાતા જાહેર સમારંભમાં 200 વ્યક્તિઓને છૂટ આપવામાં આવી છે. આગામી 31મી જુલાઈથી આ મહત્તમ મર્યાદા 200થી વધારીને 400 કરાઈ છે.
એવી જ રીતે કાર્યક્રમનું આયોજન બંધ હોલમાં કરવામાં આવ્યું હોય તો બેઠક ક્ષમતામાં 50 ટકા અને મહત્તમ 400 વ્યક્તિઓને મંજુરી અપાશે.
રાજ્યમાં આગામી ગણેશોત્સવમાં સાર્વજનિક ગણેશોત્સવ ઉજવતી વખતે વધુમાં વધુ ચાર ફૂટની ગણેશ પ્રતિમા રાખવા દેવાની મંજુરી અપાશે. (AIR NEWS)

995 Days ago