મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર અને સુરત મહાનગરને 'સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના’ અન્વયે ૪૧.૮૦ કરોડ રૂપિયાના વિકાસ કામો માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. આ યોજના અન્વયે ગાંધીનગરને રૂ. પ.૧૧ કરોડ અને સુડા-સુરતને ૩૬.૬૯ કરોડ રૂપિયા ફાળવવામાં આવશે.
સુરત મહાનગરમાં ૮ ફલાય ઓવર નિર્માણ માટે ૩૯૦ કરોડ રૂપિયાની રિવાઇઝ્ડ દરખાસ્તને મુખ્યમંત્રીએ સૈદ્ધાંતિક અનુમોદન આપ્યું છે.
આ મંજૂરીને પરિણામે ગાંધીનગર મહાનગરપાલિકામાં સમાવિષ્ટ ભાઇજીપૂરા, અમીયાપૂરા, રાયસણ, રાંદેસણ, કોલવડા તેમજ અન્ય ગામોમાં પાણી પૂરવઠો પૂરો પાડવા પાણીની ઊંચી ટાંકી બનાવવાનું કામ હાથ ધરવામાં આવશે. (AIR NEWS)