A part of Indiaonline network empowering local businesses
Chaitra Navratri

રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો.

news

રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં છેલ્લા 40 કલાકમાં હળવાથી - ભારે વરસાદ થયો છે. સૌથી વધુ 140 મીલીમીટર વરસાદ નવસારીના વાંસદા તાલુકામાં નોંધાયો છે.
આ ઉપરાંત ખંભાળીયા તાલુકામાં 110, માણાવદરમાં 110, ડોલવણ અને જુનાગઢમાં 100, ખેરગામ, વીરપુર, ગણદેવીમાં 90, જયારે મધુબન, વંથલી, નવસારી તાલુકાઓમાં 80 મીલીમીટર વરસાદ થયો છે.
એવી જ રીતે 30 તાલુકાઓમાં 50 થી 70, 36 તાલુકામાં 20 - 60 જયારે 27 તાલુકામાં 10 મીલીમીટર વરસાદ થયાના અહેવાલ છે.
રાજ્યમાં અત્યારસુધી સરેરાશ 93.8 મીલીમીટર વરસાદ થયો છે જે સામાન્ય કરતા 30 ટકા ઓછો છે.
અમારા ડાંગ જિલ્લાના પ્રતિનિધી જણાવે છે કે, છેલ્લા 30 કલાકમાં આહવામાં 10 મીમી., વઘઇમાં 17 મીમી જયારે સુબિરમાં 25 મીમી., તેમજ સાપુતારામાં 5 મીમી વરસાદ નોંધાયો છે. સાપુતારા ખાતે હળવો વરસાદી માહોલ જોવા મળ્યો હતો. જો કે, ગઇકાલે રવિવારે અહીં અસંખ્યા પ્રવાસીઓ ઉમટી પડયા હતા.
અમારા બોટાદના પ્રતિનિધિ જણાવે છે કે, જિલ્લાના ઢસા અને બરવાળા પંઠકમાં ગઇકાલે વરસાદ શરૂ થયો હતો. જેમાં બરવાળા શહેર તેમજ તાલુકાના રોજીદ, રામપરા, કાપડિયાળી, કુંકળ, ટીંબવા ગામોમાં ગાજવીજ અને પવન સાથે વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી તેમજ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો.
વરસાદ દરમિયાન બરવાળા - સારંગપુર રોડ પર અકસ્માત સર્જાતા ટ્રાફિક જામ સર્જાયો હતો. ખાનગી ટ્રાવેલ્સ - બસ અને પીકઅપ ગાડી વચ્ચે અકસ્માત સર્જાતા તાત્કાલિક પોલીસે ટ્રાફિક ખુલ્લુ કરાવ્યુ હતું. તેમજ ઇજાગ્રસ્તને બરવાળા ખસેડાયા હતા.
અમારા છોટા ઉદેપુર જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે, ગઇકાલે બપોરના સમયે ભારે પવન સાથે તેમજ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. જેથી અસંખ્ય ઉકળાટ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી હતી.
અમારા સાબરકાંઠા જિલ્લાના પ્રતિનિધી જણાવે છે કે, ગઇકાલે સાંજે વડાલીમાં 12 મીમી, ખેડબ્રહ્મામાં 5 મીમી., પ્રાંતિજમાં 3 અને હિંમતનગરમાં 2 મીમી જેટલો વરસાદ નોંધાયો છે.
દ્વારકામાં ગોમતી ઘાટ, પંચકુઇ, ભડકેશ્વર સહિતના વિસ્તારોમાં વરસાદના પગલે દરિયામાં કરંટ જોવા મળ્યો હતો. ભારે પવન સાથે દરિયામાં 10 થી 15 ફૂટ ઊંચા મોજા ઉછળ્તા પ્રવાસીઓ આનંદમાં આવી ગયા હતા. (IMPUT FROM AIR )

652 Days ago

Video News