A part of Indiaonline network empowering local businesses
Chaitra Navratri

રાજ્યભરમાં આજે હોળીના તહેવારની ઉજવણી..રાજ્યભરમાં આજે હોળીનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. હોલિકા દહન

news

રાજ્યભરમાં આજે હોળીનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. હોલિકા દહનના આ પરંપરાગત ઉત્સવ નિમિત્તે ગામે ગામ અને શહેરોમાં હોળી તૈયાર કરવામાં આવી છે. સાંજે હોલિકા દહનના કાર્યક્રમ યોજાશે. હોળીનું ધાર્મિક અને સાંસ્કૃતિક ઉપરાંત કૃષિ ક્ષેત્રમાં પણ મહત્વ હોય છે.હોળીના દિવસે પવન અથવા હોળી સમયે ધજાની દિશાના આધારે આગાહી કરવામાં આવે છે. આવર્તારા પ્રમાણે ખેડૂતો ખેતી નક્કી કરે છે. તેના આધારે ચોમાસું કેવું રહેશે એનુંપણ અનુમાન કરવામાં આવે છે. હોળીએ આદિવાસીઓનો મુખ્ય તહેવાર ગણાય છે.
રાજ્યમાં આદિવાસી વસતી ધરાવતા વિસ્તારોમાં પરંપરાગત ઉજવણી કરવામાં આવે છે. પરપ્રાંતમાંથી મજૂરીએથી વતન પાછા આવેલા આદિવાસી વિસ્તારમાં આદીવાસી સંસ્કૃતિ પ્રમાણે હોળીના દિવસે ગોસાઈ બનવાની અનોખી પરંપરા આજે પણ પ્રચલિત છે. ગોસાઈ બનેલા પરિવારો અથવા તેમના વરસાદારો ખાસ કરીને આદિવાસી યુવાનોએ આ પરંપરાને જાળવી રાખી છે. ખાસકરીને જ્યાં આદિવાસી પરિવારો ગોસાઈ બને છે તેઓ પરંપરાગત રીતે વેશભૂષા પરિધાન કરી આદિવાસીઓના પારંપરિક વાજિંત્રો વગાડી નાચગાન સાથે આદિવાસી લોક નૃત્ય સાથે હોળી મનાવે છે. (AIRNEWS)

761 Days ago