A part of Indiaonline network empowering local businesses
Chaitra Navratri

રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 62.61 ટકા થયો.

news

રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 62.61 ટકા થયો છે. ગઇકાલે વધુ 861 દર્દીઓ સાજા થઇ ઘરે પરત ફર્યા છે. આ સાથે રાજ્યમાં સાજા થનાર કુલ દર્દીઓનો આંક 10 હજાર 780 થયો છે.
દરમિયાન ગઇકાલે નવા 423 કોરોના પોઝીટીવ કેસ નોંધાયા છે. વધુ 25 વ્યક્તિઓના મોત નિપજયા છે. આ સાથે રાજ્યમાં કુલ પોઝીટીવ દર્દીઓની સંખ્યા 17 હજાર 217 થઇ છે. કુલ મૃત્યુઆંક 1063 થયો છે. ગઇકાલે નોંધાયેલા નવા કેસો પૈકી સૌથી વધુ 314 કેસ અમદાવાદ જિલ્લામાં નોંધાયા છે. સુરત જિલ્લામાં 39, વડોદરા જિલ્લામાં 31, ગાંધીનગર જિલ્લામાં 11, મહેસાણા જિલ્લામાં 6, બનાસકાંઠા – રાજકોટ – સાબરકાંઠામાં 3 – 3, આણંદ – પોરબંદર જિલ્લામાં 2 – 2, ભાવનગર, અરવલ્લી, પંચમહાલ, મહીસાગર, પાટણ, વલસાડ, સુરેન્દ્રનગર જિલ્લામાં 1 – 1 કેસ નોંધાયો છે. રાજયમાં હાલ 5 હજાર 374 દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાંથી 65 દર્દીઓ રાજ્યમાં વેન્ટીલેટર ઉપર છે.
દરમિયાન દેશમાં કોરોનાથી સાજા થવાનો દર 49.19 ટકા થયો છે. છેલ્લા 24 કલાકમાં 4 હજાર 835 દર્દીઓ સાજા થતા કુલ 92 હજાર દર્દીઓ સાજા થઇ ઘરે પરત ફર્યા છે. આ સાથે દેશમાં કોરોનાથી થતા મૃત્યુદરમાં પણ ઘટાડો થયો છે. (AIR NEWS)

1415 Days ago