A part of Indiaonline network empowering local businesses
Chaitra Navratri

રાજ્યમાં મેઘરાજાની મહેર શરૂ થતાં 28 જિલ્લાના 121 તુલાકમાં ભારેથી હળવો વરસાદ

news

રાજ્યમાં મેઘરાજાની સવારી આવી પહોંચી છે. ત્યારે રાજ્યના 28 જિલ્લાના 121 તાલુકાઓમાં ભારેથી હળવો વરસાદ નોંધાયો છે.
રાજ્ય પુર નિયંત્રણ કક્ષ દ્વારા જાહેર કરવામાં આવેલા સત્તાવાર આંકડા અનુસાર રાજ્યમાં સરેરાશ 11 ઇંચ વરસાદ વરસ્યો છે.
દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં સારો વરસાદ થયો છે. સૌથી વધુ નવસારીના ગણદેવી તાલુકામાં છ ઇંચ તો આણંદ જિલ્લામાં સાત ઇંચ વરસાદ વરસ્યો છે. જોકે, 42 તાલુકા એવા પણ છે જ્યાં વરસાદ થયો જ નથી.
રાજ્યમાં 150 તાલુકાઓમાં શૂન્યથી લઈને પચાસ મિ.મી. સુધીમાં મી.મી. સુધી તો 48 તાલુકામાં બેથી પાંચ ઇંચ સુધી અને 11 તાલુકાઓમાં પાંચથી 10 ઇંચ સુધીની મેઘમહેર થઈ છે.
નવસારી, જલાલપોરમાં તાલુકામાં ત્રણથી વધુ ઇંચ તો ખેરગામ, ચીખલી તાલુકામાં બે ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. ગઇકાલે અંબાજી, મહેસાણા, વલસાડ, જુનાગઢ, જામનગર જિલ્લાઓમાં વરસાદ નોંધાયો હતો.
જ્યારે આણંદ જિલ્લામાં સતત સાત ઇંચ વરસાદ થયો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતાના પગલે એસડીઆરએફની ટીમને દક્ષિણ ગુજરાત રવાના કરાઈ છે.
કેન્દ્ર શાસિત પ્રદેશ, દીવ, દમણ, દાદરાનગર હવેલી તેમજ ઉત્તર ગુજરાતમાં પણ ગાજવીજ સાથે હળવાથી ભારે વરસાદની આગાહી છે. (AIR NEWS)

1035 Days ago