A part of Indiaonline network empowering local businesses
Chaitra Navratri

રાજ્યમાં ૨૨ ઓકટોબરથી પ જાન્યુઆરી સુધીમાં રપ૦૦ સેવાસેતુ કાર્યક્રમો યોજાશે.

News

રાજ્યમાં આગામી શુક્રવાર ૨૨ ઓકટોબર થી પ જાન્યુઆરી સુધીમાં રપ૦૦ સેવાસેતુ કાર્યક્રમો યોજાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાગરિકોની રજૂઆતોના ઉકેલ માટે રાજ્યવ્યાપી સેવાસેતુ કાર્યક્રમનો સાતમો તબક્કો યોજવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય અનુસાર દર અઠવાડિયે બે દિવસ એટલે કે શુક્ર અને શનિવારે સવારે-૯ થી સાંજે પ વાગ્યા સુધી સેવાસેતુનું આયોજન કરાશે. આ સેવાસેતુમાં રાજ્ય સરકારના જુદા જુદા ૧૩ વિભાગોની પ૬ જેટલી સેવાઓ કેમ્પ દરમ્યાન પૂરી પાડવામાં આવશે.

સેવાસેતુ કાર્યક્રમ માટે ગ્રામીણ કક્ષાએ ૬ થી ૮ ગામો વચ્ચે એક કેમ્પ તેમજ શહેરી વિસ્તારોમાં મહાનગરોમાં આ સમયગાળામાં ૪ થી ૧૦ સેવાસેતુ તથા નગરપાલિકા વિસ્તારોમાં ૪ થી પ વોર્ડનું એક યુનિટ બનાવીને તમામ નગરપાલિકાઓમાં ર થી ૩ સેવાસેતુ કાર્યક્રમો યોજવાનું આયોજન છે. કાર્યક્રમ સ્થળે રાજ્ય સરકાર નોટરી, ઝેરોક્ષ, કોમ્પ્યુટર્સ, પ્રિન્ટર્સ, ફોટોગ્રાફી જેવી જરૂરી સુવિધાઓ મળી શકે તેવી વ્યવસ્થાઓ ગોઠવશે. સિનીયર સિટીઝન્સ અને દિવ્યાંગ અરજદારો માટે અલાયદી વ્યવસ્થા ગોઠવાશે. રાજ્યમાં અત્યાર સુધીમાં સેવાસેતુના ૬ સફળ તબક્કાઓના આયોજનથી બે કરોડ ૩૦ લાખ લોકોને ઘર આંગણે વિવિધ સેવાઓ પૂરી પાડવામાં આવી છે (AIR NEWS)

910 Days ago