A part of Indiaonline network empowering local businesses
Chaitra Navratri

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રાષ્ટ્રીય સેવા યોજના – NSS પુરસ્કાર એનાયત કર્યા

News

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગઈકાલે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રાષ્ટ્રીય સેવા યોજના – NSS પુરસ્કાર એનાયત કર્યા હતા.
આ કાર્યક્રમમાં યુનિવર્સિટી, એનએસએસ એકમ જેની વિવિધ શ્રેણીઓમાં 42 વિજેતાઓને વર્ષ 2018-2019 માટેના એનએસએસ પુરસ્કાર એનાયત કરાયા હતા. પુરસ્કાર મેળવનાર વિજેતાઓમાં ગુજરાતના બે સ્વયંસેવકોનો સમાવેશ થાય છે.

ગુજરાતના રવિ મકવાણાને ડિજીટલ સાક્ષરતા કેશલેસ ઈન્ડિયા, પ્રધાનમંત્રી જનધન યોજના જેવી કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓને આગળ ધપાવવા આપેલા યોગદાન માટે એનએસએસ પુરસ્કાર એપાયો છે.

એવી જ રીતે સુશ્રી હેમાંશી ઈશ્વરને થેલેસેમીયાના દર્દીઓ માટે રક્તશિબિર, કેન્સરના દર્દીઓ માટે મ્યુઝીક થેરાપી, મહિલા સશક્તિકરણ ક્ષેત્રે આપેલા નોંધપાત્ર યોગદાન માટે એનએસએસ પુરસ્કાર અપાયો છે. ઉલ્લેખનિય છે કે, સ્વેચ્છાથી સમુદાય માટે નોંધપાત્ર કામગીરી કરનારને બિરદાવવા માટે યુવા બાબતોના વિભાગ દ્વારા દર વર્ષે એનએસએસ પુરસ્કારો આપવામાં આવે છે. અત્યારે સમગ્ર દેશમાં એનએસએસ સાથે 40 લાખથી વધુ સ્વયંસેવકો જોડાયેલા છે. (AIR NEWS)

1302 Days ago