A part of Indiaonline network empowering local businesses
Chaitra Navratri

રાષ્ટ્રીય વસ્તી નોંધણી પત્રક – એનપીએની કામગીરી વખતે કોઇ દસ્તાવેજો કે બાયોમેટ્રીકની માંગણી કરાશે નહીં

News

સરકારે સ્પષ્ટતા કરી છે કે રાષ્ટ્રીય લોકવસ્તી નોંધણી પત્રક – એનપીઆરની કાર્યવાહી વખતે કોઇ નાગરીકો પાસેથી દસ્તાવેજો અથવા બાયોમેટ્રીક પુરાવાઓની માંગણી કરાશે નહી.
ગૃહમંત્રાલયના અધિકારીએ સ્પષ્ટતા કરી છે કે એનપીઆરની કાર્યપધ્ધતિના પ્રશ્નોને ટુંક સમયમાં આખરી ઓપ અપાશે. અધિકારીએ જણાવ્યું હતું કે મોટાભાગના રાજયોએ એનપીઆરની જોગવાઇઓને નોટીફાય કરી છે.
ઉલ્લેખનીય છે કે એનપીઆર એ ભારતીય નાગરીકો માટેની એક નોંધણી પત્રક છે અને આ અંગેની કામગીરી આગામી એપ્રિલ થી સપ્ટેમ્બર ર૦ર૦ દરમિયાન આસામ સિવાયના બધા જ રાજયો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં હાથ ધરાશે. આસામમાં રાષ્ટ્રીય નાગરીક નોંધણી પત્ર – એનઆરસીની કામગીરી પુરી થઇ હોવાથી એનપીઆરમાં તેનો સમાવેશ કરાયો નથી. (AIR NEWS)

1555 Days ago