લોકસભાની ત્રણ અને રાજ્ય વિધાનસભાઓની સાત બેઠકોની પેટચૂંટણી આજે યોજાઈ રહી છે.
લોકસભાની ત્રણ બેઠકોમાં પંજાબની સાંગરૂર, તથા ઉત્તરપ્રદેશની – રામપુર અને આઝમગઢ બેઠકનો સમવેશ થાય છે.
જ્યારે પંજાબ, ઉત્તરપ્રદેશ, ત્રિપુરા, દિલ્હી, આંધ્રપ્રદેશ, અને ઝારખંડ વિધાનસાભાઓની સાત બેઠકોની પેટાચૂંટણી આજે યોજાઈ રહી છે.
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ધુરી વિધાનસભા બેઠક પરથી ચૂંટાતા સાંગરૂર લોકસભા બેઠકની પેટાચૂંટણી યોજાઈ રહી છે.
એવી જ રીતે ઉત્તરપ્રદેશમાં આઝમખાન વિધાનસભામાં રામપુર બેઠક પર ચૂંટાતા લોકસભાની રામપુર બેઠક તથા અખીલેશ યાદવ કરહત વિધાનસભા બેઠક પર વિજયી થતાં આઝમગઢ બેઠકની પેટાચૂંટણી આજે યોજાઈ રહી છે.
આ તમામ પેટાચૂંટણીની મતગણતરી 26 મી જૂને યોજાશે. (IMPUT FROM AIR )