વર્લ્ડ રેન્કીંગ ઑફ ફોર્મ્યુલા સ્ટુડન્ટ એસોસીયેશને વિશ્વના જુદાં-જુદાં દેશોના ટેક્નિકલ વિદ્યાર્થીઓની 622 ફોર્મ્યુલા ટીમનું મૂલ્યાંકન કરીને રેન્કીંગ જાહેર કર્યું છે.જેમાં ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીની સ્ટુડન્ટ ફોર્મ્યૂલા ટીમે સમગ્ર વિશ્વમાં45મું સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ સાથે જ ટોપ-50માં પસંદગી પામનાર દેશની એકમાત્ર ટીમ છે.
આ સંદર્ભે જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠે જણાવ્યું હતું કે, જર્મની ખાતેથી કાર્યરત વર્લ્ડ રેન્કીંગ ઑફ ફોર્મ્યુલા સ્ટુડન્ટ એસોસીયેશન દ્વારા જાહેર કરાયેલ ફોર્મ્યૂલા રેન્કીંગ માટે વિવિધ પ્રકારના ધરાધોરણો નક્કી કરવામાં આવ્યા હતાં.જેમાં ફોર્મ્યૂલા કારના નિર્માણમાં મિકેનિકલ અને ઓટોમોબાઇલ્સ ક્ષેત્રની કેવા પ્રકારની ટેક્નોલોજીનો ઉપયોગ થયેલ છે. જીટીયુની ફોર્મ્યૂલા ટીમને 1000માંથી 745 પોઈન્ટનો સ્કોર આપ્યો હતો. (AIR NEWS)