A part of Indiaonline network empowering local businesses
Chaitra Navratri

વર્ષ 2022-23ના અંદાજપત્રમાં ખેલો ઈન્ડિયા યોજનામાં 48 ટકા વધુ નાણાં ફાળવવામાં આવ્યા

news

વર્ષ 2022-23ના અંદાજપત્રમાં ખેલો ઈન્ડિયા યોજનામાં 48 ટકા વધુ નાણાં ફાળવવામાં આવ્યા છે. કેન્દ્રિય યુવા અને રમતગમત બાબતોના મંત્રી અનુરાગ ઠાકુરે ખેલો ઈન્ડિયા યોજનાને વધુ પાંચ વર્ષ ચાલુ રાખવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર માન્યો છે. ઉલ્લેખનીય છે કે, ખેલો ઈન્ડિયા યોજનાનો ઉદ્દેશય રમત-ગમતને પ્રોત્સાહન આપવાનો અને દેશમાં રમત-ગમત ક્ષેત્રે શ્રેષ્ઠતા હાંસલ કરવાનો છે. ખેલો ઈન્ડિયા યોજનામાં ખેલકૂદના મેદાનોનો વિકાસ, સામૂહિક પ્રશિક્ષણ, સામૂહિક રમતગમતને પ્રાધાન્ય, શાળા અને યુનિવર્સિટી સ્તરે મજબૂત રમતગમત સ્પર્ધા જેવી બાબતોનો સમાવેશ થાય છે.આ યોજનામાં ખેલાડીઓની પ્રતિભાને ઓળખવા, તેમને પ્રશિક્ષત કરવા અને નાણાંકીય સહાય દ્વારા રાષ્ટ્રીય સ્તરનું પ્લેટફોર્મ ઉભુ કરવાને પ્રાથમિક્તા આપવામાં આવે છે (AIRNEWS)

806 Days ago