વિમ્બલ્ડન ટેનિસ સ્પર્ધામાં થયેલા મોટા ઉલટફેરમાં 23 વખત ગ્રાન્ડ સ્લેમ વિજેતા સેરેના વિલિયમ્સનો પહેલા રાઉન્ડની મેચમાં ફ્રાન્સની હાર્મની સામે 2-1 સેટથી પરાજય થતાં તે સ્પર્ધામાંથી બહાર થયાં છે. આજે રમાનારી મેચોમાં મેન્સ સિંગ્લ્સમાં બીજા રાઉન્ડમાં સબિયાના નીવાક જોકોવિચનો મુકાબલો ઓસ્ટ્રેલિયામાં થાનાસી સામે થશે. વિમેન્સ સિંગ્લ્સમાં બ્રિટનની ખેલાડી એમાં રાડુકાનુનો મુકાબલો ફ્રાન્સની કેરોલિન ગાર્સિયા સામે થશે. (AIR NEWS)