A part of Indiaonline network empowering local businesses
Chaitra Navratri

વિશ્વ આરોગ્ય સંગઠને ચીનમાં કોવિડના વધતા કેસો અંગે ત્યાથી આવનારા મુસાફરો પર પ્રતિબંધ લગાવનારા દેશોના

news

વિશ્વ આરોગ્ય સંગઠનના મહાનિદેશક ટેડ્રોસ અદનોમ ઘેબ્રેયસસે ચીનમાં કોવિડના વધતા કેસો અંગે ત્યાથી આવનારા મુસાફરો પર પ્રતિબંધ લગાવનારા દેશોના નિર્ણયને સામાન્ય ગણાવ્યો છે. વિશ્વ આરોગ્ય સંગઠનના પ્રમુખે ચીનને પોતાના દેશમાં સર્તકતા રાખવા કહયું છે. શ્રી ટ્રેડ્રોસે ટવીટર પર કહયું છે કે ચીનમાં કોવિડની વાસ્તવિક પરિસ્થિતિના વ્યાપક જોખમના આંકલન માટે વિશ્વ આરોગ્ય સંગઠનને વિસ્તૃત માહિતીની જરૂરીયાત છે.
તેમણે કહયું કે અમે ત્યાંની સ્થિતિને લઇને ચિંતિત છીએ અને ચીનને સંક્રમિતોની ઓળખ કરવા અને વધુ જોખમવાળા લોકોને રસીકરણ માટે સતત પ્રોત્સાહિત કરવા ઇચ્છે છે.
શ્રી ટેડ્રોસના નિેવેદનથી કેટલાક દેશો ધ્વારા ચીનેથી આવનારા મુસાફરોનું કોવિડ પરિક્ષણ અનિવાર્ય બનાવ્યા બાદ કર્યુ છે. (AIR NEWS)

475 Days ago