શ્રી મોદી આવતીકાલે. સુરતમાં લીંબાયત વિસ્તારમાં જાહેરસભા
સંબોધશે તેમજ રોડ શો કરવાના છે. તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ
અપાઈ રહ્યો છે, અને બંદોબસ્તમાં કોઈ ચૂક ના રહે તે માટે પોલીસ પણ સતર્ક
બની છે. સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ડ્રોન કેમેરાથી નજર રાખવામાં આવી રહી
છે.
પ્રધાનમંત્રી સુરત મહાનગર પાલિકા અને સુરત જીલ્લા માટે કેન્દ્ર
સરકારના અનેકવિધ પ્રકલ્પોનું લોકાપર્ણ અને ખાતમૂહર્ત કરશે. આ અંગેનો
મુખ્ય કાર્યક્રમ લીંબાયત નીલગીરી ગ્રાઉન્ડ પર યોજાઈ રહ્યો છે. લિંબાયતમાં
મર્હષી આસ્તિક સ્કુલના મેદાનમાં બનેલા હેલીપેડ પર પ્રધાનમંત્રી ઉતરાણ
કરશે. હેલીપેડમાં હેલીકોપ્ટર મંગાવી રીહર્સલ અને ચકાસણી પણ કરવામાં
આવી હતી.
રોડ શોના રૂટ પર અલગ અલગ વીસ જગ્યાએ સ્ટેજ તૈયાર કરવામાં
આવ્યા છે. શહેરની સંસ્થાઓ તથા અગ્રગણય નાગરિકો દ્વારા પ્રધાનમંત્રીનું
અભિવાદન કરવામાં આવશે. આ સ્ટેજ પર વિવિધ સમાજ દ્વારા કૃતિઓ રજુ
કરવામાં આવશે આ ઉપરાંત રોડ શોના રૂટ પર પાલિકાના વિવિધ પ્રોજેક્ટ
તથા રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ દર્શાવવામાં આવશે. (AIR NEWS)