કેન્દ્ર સરકારે ખેડૂતો પાસેથી ખરીફ પાકોની ખરીદી હજી ચાલુ રાખી છે. સરકારે ગુજરાત સહિત ૧૯ રાજયોમાંથી અત્યાર સુધી ચાર કરોડ 99 લાખ મેટ્રીકટન ડાંગરની ખરીદી લઘુતમ ટેકાના ભાવે કરી છે. આ ખરીદીના કારણે 64 લાખથી વધુ ખેડુતોને લાભ થયો છે. આ ઉપરાંત પ્રાઇમ સપોર્ટ સ્કીમ હેઠળ ગુજરાત, તમિલનાડુ સહિત ૧૦ રાજયોમાંથી એકાવન લાખ ૬૬ હજાર મેટ્રીક ટન કઠોળ અને તેલીબીયાની ખરીદીની દરખાસ્તને મંજુરી આપી છે. (AIR NEWS)