A part of Indiaonline network empowering local businesses
Chaitra Navratri

સ્વીસ ઓપન બેડમિંન્ટન ચેમ્પિયનશીપમાં પી.વી. સિંધુએ મહિલા સીંગલ્સનો ખિતાબ જીતી લીધો છે.

news

સ્વીસ ઓપન બેડમિંન્ટન ચેમ્પિયનશીપમાંપી.વી. સિંધુએ મહિલા સીંગલ્સનો ખિતાબ જીતી લીધો છે.

ગઈકાલે રમાયેલી ફાઈનલમાં સિંધુએથાઈલેન્ડની બુસાનાન ઓંગ-બ્રામુંગ-ફાનને 21-16, 21-8, થી હરાવી સ્પર્ધા જીતી છે.

ચાલુ વર્ષ સિંધુએ  આ બીજો ખિતાબ જીત્યો છે. જાન્યુઆરીમાં સિંધુએસૈયદ મોદી સ્પર્ધા ઈન્ટરનેશનલમાં ખિતાબ જીત્યો હતો.

દરમ્યાન, પુરુષ સીંગલ્સની ફાઈનલમાં એચ એસ પ્રણોતનો ઈન્ડોનેશીયાના જોનાથનક્રિસ્ટી સામે 12-21, 18-21 થી પરાજય થયો છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જીત બદલસિંધુને અભિનંદન પાઠવ્યા છે. ટ્વીટ સંદેશામાં શ્રી મોદીએ સિંધુને યુવાનો માટેપ્રેરણા સ્ત્રોત ગણાવતા તેની પ્રશંસા કરી છે અને તેને ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવીછે. (AIR NEWS)

753 Days ago