A part of Indiaonline network empowering local businesses
Chaitra Navratri

હરમીત દેસાઈ IITF ઇન્ડોનેશિયા ઓપન ટેબલ ટેનિસ સ્પર્ધા જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યો

News

રાજ્યના ટેબલ ટેનીસ ખેલાડી હરમીત દેસાઈએ ગઇકાલે IITF ચેલેન્જ ઇન્ડોનેશિયા ઓપન ટેબલ ટેનિસ સ્પર્ધા જીતી લીધી છે. જકાર્તા ખાતે ગઇકાલે રમાયેલી પુરૂષોની એકલ સ્પર્ધાની ફાઇનલમાં હરમીતે ભારતના જ એન્થની અમલરાજને 4-2 થી હાર આપી હતી.

હરમીતએ આ ચાલુ વર્ષનું બીજું આંતરરાષ્ટ્રીય ટાઇટલ જીત્યુ છે. આ સાથે એશિયાઇની ધરતી પર IITF પ્રોફેશનલ ટૂર જીતનાર તે પહેલો ભારતીય ટેબલ ટેનીસ ખેલાડી બન્યો છે. (AIR NEWS)

1614 Days ago