A part of Indiaonline network empowering local businesses
Chaitra Navratri

હવામાન વિભાગે 22 અને 23મી જાન્યુઆરીએ હળવોથી મધ્યમ વરસાદ થવાની સંભાવના દર્શાવી

News

હવામાન વિભાગે આજે કચ્છ જિલ્લામાં જ્યારે 22 અને 23મી જાન્યુઆરીએ ઉત્તર દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના કેટલાંક વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ થવાની સંભાવના દર્શાવી છે. દરમિયાન રાજ્યમાં કેટલાંક સ્થળોએ લઘુત્તમ અને મહત્તમ તાપમાન સામાન્ય કરતાં એકથી બે ડિગ્રી વધુ નોંધાયું છે. સૌથી ઓછું 17 ડિગ્રી સેલ્સીયસ લઘુત્તમ તાપમાન ગાંધીનગર અને દમણમાં નોંધાયું હતું. આ ઉપરાંત, નલીયામાં 19, કંડલા એરપોર્ટ અને મહુવામાં 20 , અમરેલી, દીવ, અમદાવાદ, અને કેશોદમાં 21, જ્યારે ભૂજ, ભાવનગર, અને ડીસામાં 22 ડિગ્રી સેલ્સીયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. આજ સમયગાળામાં મહત્તમ તાપમાન 31થી 36 ડિગ્રી સેલ્સીયસ નોંધાયું હતું. (AIRNEWS)

819 Days ago