A part of Indiaonline network empowering local businesses
Chaitra Navratri

હવામાન વિભાગે વલસાડ જિલ્લામાં 24થી 26 જૂન દરમિયાન અતિભારે વરસાદ થવાની સંભાવના દર્શાવી

news

હવામાન વિભાગે વલસાડ જિલ્લામાં 24થી 26 જૂન દરમિયાન અતિભારે અને દક્ષિણ ગુજરાતના ઘણા સ્થળોએ ભારે વરસાદ થવાની સંભાવના દર્શાવી છે.
સત્તાવાળાઓએ સાવચેતીના પગલારૂપે સંબંધીત જિલ્લાઓમાં NDRF અને SDRFની ટીમ સજ્જ રાખવાની સૂચના આપી છે.
રાજસ્થાનના કેટલાક વિસ્તારો અને સાબરકાંઠાના વિજયનગર અને ખેડબ્રહ્મા તાલુકામાં થયેલા વરસાદના લીધે હરણાવ નદીમાં પૂર આવ્યું છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગુંદા, ભાણવરપી સહિત ઘણા સ્થળોએ હળવાથી-મધ્યમ વરસાદ થતા ગ્રામીણ વિસ્તારોમાં નદી-નાળામાં નવા નીર આવ્યા છે.
ડાંગ જિલ્લાના આહવા અને આસપાસના બોરખેત, ચનખલ સહિત ઘણા વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો.
તાપી જિલ્લામાં ઘણા સ્થળોએ વરસાદ થયો છે.
વ્યારા તાલુકામાં 21 મીલીમીટર અને ડોલવલણમાં 15 મિલિમિટર વરસાદ થયો છે.
અરવલ્લી જિલ્લામાં જૂન માસના પ્રથમ સપ્તાહમાં વરસાદ થયા પછીના સમયગાળામાં વરસાદ ખેંચાયો છે.
જોકે ઉપરવાસમાં થયેલા વરસાદના પગલે હાથમતી નદીમાં નવા નીર આવ્યા છે.
જિલ્લા વહિવટીતંત્રે હાથમતી નદી કિનારા વિસ્તારમાં રહેતા લોકોને સતર્ક રહેવાની સૂચના આપી છે.
અમરેલી જિલ્લામાં ગઈકાલે અમરેલી શહેર અને આસપાસના વિસ્તારોમાં હળવો વરસાદ થયો છે. જોકે કેટલાક તાલુકામાં હજી પણ વરસાદ થયો નથી.
બોટાદ જિલ્લાના બરવાળા અને બોટાદ તાલુકાના ઘણા વિસ્તારોમાં વરસાદ થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. (IMPUT FROM AIR )

663 Days ago