A part of Indiaonline network empowering local businesses

હેલ્થકેર વર્કર્સ માટે સાત દિવસીય “કોવિડ એડવાન્સ ટ્રેનિંગ” પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો

news

અમદાવાદના જી.એમ.ડી.સી. ગ્રાઉન્ડખાતેની ધન્વતરી કોવિડ હોસ્પિટલમાં રાજ્ય સરકાર અને ડી.આર.ડી.ઓ.નાસંયુક્ત પ્રયાસોથી ફરજરત હેલ્થકેર વર્કર્સ માટે સાત દિવસીય “કોવિડએડવાન્સ ટ્રેનિંગ” પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે. આ ટ્રેનિંગ પ્રોગ્રામમાં હેલ્થકેર વર્કર્સને કોરોના સામેની વિકટપરિસ્થિતિઓ અને આઇ.સી.યુ વ્યવસ્થાપન અંગે તાલીમ આપવામાં આવી રહી છે.

ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિ ડૉ. હિમાંશુ પંડ્યાએ ટ્રેનિંગપ્રોગ્રામનો પ્રારંભ કરાવતાં કહ્યું કે, કોરોનાની બીજી લહેરમાં સામનો કરવામાં આવેલ વિવિધ પડકારો અને પરિસ્થિતિઓના આઘારે કોરોનાની સંભવત: ત્રીજી લહેરના આગોતરા આયોજનનાભાગરૂપે આ તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે.

આ તમામતાલીમાર્થી તબીબો, અને અર્ધતબીબી કર્મચારીઓને ગુજરાત યુનિવર્સિટી દ્વારાતાલીમ અંગેનું પ્રમાણપત્ર પણ આપવામાં આવશે.બે તબક્કામાં યોજાનારી આ તાલીમમાં ૨૦૦ થી વધુહેલ્થકેર વર્કર્સને કોરોના ઇમરજન્સી સારવાર માટે સજ્જ કરવામાં આવશે. ગુજરાત સરકારઅને ડી.આર.ડી.ઓના નિષ્ણાંત ૩૦ તબીબો દ્વારા તમામ હેલ્થકેર વર્કસને તાલીમ અપાય છે.

દરરોજ ૨ કલાક થીયરીની તાલીમ બાદ બાકીના કલાકોમાં તમામ હેલ્થકેર વર્કર્સનેઆઇ.સી.યુ. મેનેજમેન્ટની પ્રત્યક્ષ તાલીમ આપવામાં આવે છે. આ પ્રસંગે બી. જે. મેડિકલ કોલેજના પ્રોફેસર ડૉ.

કમલેશ ઉપાધ્યાયે જણાવ્યું કે, તાલીમ મેળવેલ એક તબીબ સમગ્ર કોવિડ હોસ્પિટલનું સંચાલન કરી શકવા સક્ષમબને તે હેતુસર આ સંપૂર્ણ તાલીમ હાથ ધરવામાં આવી છે.

તેમાં આઇ.સી.યુ. વોર્ડ વ્યવસ્થાપન અને મેડિકલ ઇમરજન્સીમાં કઇ રીતે સારવારકરવી તેના પર વધુ ધ્યાન આપવામાં આવ્યું છે. (AIR NEWS)

1061 Days ago