A part of Indiaonline network empowering local businesses
Chaitra Navratri

​કેન્દ્રિય મંત્રી અનુરાગ સિંહ ઠાકુરે પેરાલિમ્પિક્સના 4 વિજેતાઓને સન્માનિત કર્યા

News

યુવા બાબતો અને રમતગમત મંત્રી અનુરાગ સિંહ ઠાકુરે આજે સુમિત અંતિલ, દેવેન્દ્ર ઝાંઝરિયા, યોગેશ કથુનિયા અને શરદ કુમાર એમ ચાર ચંદ્રક વિજેતાઓને સન્માનિત કર્યા. તમામે ટોક્યો પેરાલિમ્પિક્સમાં ચંદ્રક જીત્યા છે. નવી દિલ્હીમાં આયોજિત એક કાર્યક્રમમાં શ્રી ઠાકુરે પેરાલિમ્પિકમાં તેમના પ્રદર્શનની પ્રશંસા કરતાં કહ્યું કે તેઓએ તેમના નોંધપાત્ર પ્રદર્શનથી દેશને ગૌરવ અપાવ્યું છે. સરકારે દરેક ખેલાડીને જરૂરી ટેકો પૂરો પાડ્યો છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ટાર્ગેટ ઓલિમ્પિક પોડિયમ યોજના, ટોપ્સ ચાલુ રાખવામાં આવશે અને ભવિષ્યમાં તેને મજબૂત બનાવવામાં આવશે.

આકાશવાણી સાથેની વાતચીતમાં સુવર્ણચંદ્રક વિજેતા સુમિત અંતિલે કહ્યું કે, સરકારે દરેક પ્રકારે ટેકો પૂરો પાડ્યો છે અને ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા છે. તેમણે કહ્યું કે, પેરાલિમ્પિક્સની લોકપ્રિયતા માટે જાગૃતિ વધારવી જરૂરી છે. રજતચંદ્રક વિજેતા દેવેન્દ્ર ઝાઝારિયાએ કહ્યું કે, તેણે પેરાલિમ્પિક્સ રમતોમાં ચંદ્રકની હેટ્રિક બનાવવાનું લક્ષ્ય નક્કી કર્યું હતું, અને તે ગર્વની ક્ષણ હતી જયારે પેરાલિમ્પિક્સમાં મેડલની હેટ્રિક બનાવી છે. (AIR NEWS)

958 Days ago