A part of Indiaonline network empowering local businesses
Chaitra Navratri

​નાણાં મંત્રાલયે રાજ્યોને 9 હજાર 871 કરોડ રૂપિયા ફાળવ્યા

news

નાણાં મંત્રાલયે રાજ્યોને નાણાકીય ખાધનો સાતમો માસિક હપ્તા પેટે 9 હજાર 871 કરોડ રૂપિયા ફાળવ્યા છે. આ હપ્તા સાથે, ચાલુ નાણાંકીય વર્ષમાં રાજ્યોને મહેસૂલી ખાધ પેટે કુલ 69 હજાર 97 કરોડ રૂપિયાની રકમ ફાળવવામાં આવી છે. રાજ્યોની આવકમાં તફાવતને પહોંચી વળવા માટે પંદરમા નાણા પંચની ભલામણો અનુસાર આ અનુદાન આપવામાં આવે છે. નાણાં પંચે 2021-22 દરમિયાન 17 રાજ્યોને આ મહેસૂલી ખાધ પેટે અનુદાનની ભલામણ કરીછે. આ રાજ્યોમાં આંધ્રપ્રદેશ, આસામ, હરિયાણા, કર્ણાટક, કેરળ, મણિપુર, મિઝોરમ, નાગાલેન્ડ, પંજાબ, રાજસ્થાન, તમિલનાડુ, ત્રિપુરા, ઉત્તરાખંડ અને પશ્ચિમ બંગાળનો સમાવેશ થાય છે.

આ ગ્રાન્ટ રાજ્યની આવક અને ખર્ચની આકારણી વચ્ચેના તફાવતના આધારે નક્કી કરવામાં આવી હતી. આયોગે નાણાંકીય વર્ષ 2021-22માં રાજ્યોને કુલ 1 લાખ 18 હજાર કરોડથી વધુની મહેસૂલી ખાધ પૂરી પાડવા ભલામણ કરી હતી. આમાંથી અત્યાર સુધીમાં 69 હજાર 97કરોડ રૂપિયાની રકમ ફાળવવામાં આવી છે. (AIR NEWS)

921 Days ago